સત્યજ્ઞાન. .. - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

સત્યજ્ઞાન. ..


સત્યનુ ભાથું જો મળી જાય . . .
જય અલખધણી
સતનામ સાહેબ  ■
જો કોઈ સત્ય અને ફક્ત સત્ય નોજ પિરસનાર માનવ જીવ મળે તો એ પ્રેમ નો જ્ઞાન રુપી પ્યાલો પી લેવો જોઈએ...એમાં ધીરજ ન ધરવી...
દાસીજીવણ સાહેબ નો પ્રસંગ છે કે દાસીજીવણ સાહેબે ૧૮ ગુરૂ કર્યા હતા પરંતુ એ ફક્ત સત્ય ની ખોજ માટે જ,  કે જ્યાસુધી પારખ પુરુષ ન મળે ત્યાં સુધી આપણે આપણી ગોત ચાલુ રાખવી અને જીવણ સાહેબ ની ધીરજ સાથે અધીરાઈ પણ એટલી જ જબરદસ્ત હતી કે એક સમયે દાસી જીવણસાહેબ ને ભીમસાહેબ નો ભેટો થય ગયો અને જે સત્યજ્ઞાન ની જરૂર હતી એ ભીમસાહેબ ના સતપુરુષ મા દેખાતા જીવણ સાહેબ તુરંત જ ભીમસાહેબ ને ધોધા આવવા સાથે જ કહેલ અને એમની અધીરાઈ ને સમજતા ભીમસાહેબે સ્વિકારેલુ પણ અને તુરંત ધોધાવદર જઈ ને બોધ કરાવી દિધેલો...વચન પ્રમાણે ભીમસાહેબ દાસીજીવણ સાહેબ ધોધાવદર પહોંચે એ પહેલાં એ જીવણસાહેબ ના ફરીયા મા લીમંડા નીચે બેઠા હતા.........
કયારેક એ પ્યાલો સામો આવે ત્યારે આપણે અવાળા મા મોઢું ધોવા ઉભારય છી ...કે સાલુ આખે બાવા વળે છે લે પહેલા હુ મોઢું ધોઈલવુ...ત્યાં ક્ષણીક જીવનનો પ્રવાસ કરનારો એ સત્ય પુરુષ ના દેહને પ્રકાશ આપનાર આત્મરામ રામ રામ કહીને હાલીઓ જાય છે... અને આપણી સ્થિતિ એની એજ રહે છે... સરુઆત પાછી ફરીથી કરવી પડે છે ગુરૂ ની ગોતની ને આમને આમ આપણો માયલો આત્મરામ પણ આ દેહને ઉભા રેગીસ્તાન ના રણ મા મેલી ને ચોરાસી ની યાત્રા એ નીકળી જાય છે... માટે ગગાસતી એ વિજળી ના ચમકારે મોતી ડા પરોવી લ્યો પાનબાઈ ...આમા અચાનક જ અંધારા થાસે... માટે ભક્તો સત્ય પુરુષ મળે ત્યારે બહુ જોવુ નહીં ને અવગુણ ને એક બાજુ ખીલે બાધી દેજો... દુનિયા ના દરેક માનવી મા અવગુણ ને ગુણ ભેગું જ છે... એટલે અવગુણ ને ન જોતા ફક્ત ગુણ નેજ જોઈ ને એ પુરુષ નુ સરણ લઈ લો જે સત્ય છે....અને સત્ય સદાના માટે અમર તત્વ છે... એટલે કબીર સાહેબે પણ સત્ય નામ છે એવું સત્યનામ મહાવાક્ય ની રચના કરી... એક ભજન મા પણ સંતો એ આ જગત ને સંબોધી ને કહ્યું... અમારા અવગુણ સિદ ને ધરો...

No comments:

Post a Comment

Your Comments Here...