સાચા સાધુ એમ ઓળખાય, હરિ રસ પીવે બીજાને પાય...ટેક
સાગર ના જેવા દિલડા જેના કોઇ દિ નો છલકાઇ
ઝેર ના ઘુટડા જીરવી જાણે અમૃત બીજાને પાય ...સાચા
ઝેર ના ઘુટડા જીરવી જાણે અમૃત બીજાને પાય ...સાચા
સોના જેવા શુધ્ધ હોવા છતા અગ્નિમાં રે હોમાય
કસોટી ટાણે બાકી નો રાખે ત્યારે સોળ વલું કહેવાય ...સાચા
કસોટી ટાણે બાકી નો રાખે ત્યારે સોળ વલું કહેવાય ...સાચા
પથરા સંગે હિરો પડયો, એની કિંમત નો અંકાય
વિધંણુ લઇ વિધી નાખે, ત્યારે મુગટમા મઢાય...સાચા
વિધંણુ લઇ વિધી નાખે, ત્યારે મુગટમા મઢાય...સાચા
કહે પુરૂષોત્તમ ગુરૂ પ્રતાપે. સંતનો સંગ સદા સુખદાય
કર્મ સંજોગે કોઇ આવી મળેતો, ભાગ્ય રેખા પલટાઇ ...સાચા
કર્મ સંજોગે કોઇ આવી મળેતો, ભાગ્ય રેખા પલટાઇ ...સાચા
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...