ભજન - સત્સંગ વિના મન સમજે નહીં - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - સત્સંગ વિના મન સમજે નહીં


સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય...ટેક

જેમ રવિ રવિ કહો રજેની ન ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય;
રવિ ઉગ્યા જેને જ્ઞાનનાં, એણી વદે અજવાળા હોય...સત્સંગ.

જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહિં ભૂખ;
રામ રસ પીધે તૃષા તુરત ટળે, એણી વદે મુક્તિ પણ હોય...સત્સંગ

સો સો મણ અગ્નિ લખો કોરે કાગળે, તેને લઈ રૂ માં અલપાવો;
ર્આગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવકે જલી જાય....સત્સંગ

સમજણ વિના સાધન શું કામ નું ? જ્યાં સુધી જીવપણું ન જાય;
કહે મુળદાસ સંત સમજ્યા ખરાં, ગુરૂ વિના મુક્તિ નવ થાય...સત્સંગ

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...