ભજન - પહોર આઠે જાપ જપો - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - પહોર આઠે જાપ જપો


પહોર આઠે જાપ જપો, જુગતી જાણો ઈ જાપમા
સ્નેહને જો સાંકળો તો, અલખ બોલે છે આપમાં...ટેક

જાણે જગમાં જીતી બેઠો, ઉદર પડયા બે કાપમા
સગા કુટુંબમાં કાંઇ ન સુજ્યુ, બંધન ના છુટ્યા મા બાપના...પહોર

મન વિચારી માહી જુઓ, આ માલ ન આવે માપમા
દેખો દુનિયા જાવે ભૂલી, એક સોણાના સંતાપમા...પહોર

ઈગલા પિંગલા સુક્ષમણા નાડી. તેની સાધો કોઇ સાધના;
સંગમ ત્રિવેણીમા નાહી લ્યો, ગંગાજીના ઘાટમાં...પહોર

સોહમ શબ્દે સૂરતા સાંધો, જાણો ઈ જવાબમાં,
દાસ ધીરો કહે, દેહમા દર્શન, સદગુરૂના પ્રતાપમા...પહોર

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...