ભજન - એવી કળયુગની છે એંધાણી રે - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - એવી કળયુગની છે એંધાણી રે


એવી કળયુગની છે એંધાણી રે, ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈ...ટેક

વરસો વરસ દુકાળ પડે, અને વળી સાધુ કરશે સૂરાપાન
આ બ્રાહ્મણ માટી ભરખશે, અને ગાયત્રી ધરે નહિ કાન
એવા જોગી ભોગી થાશે રે, બાવા થાશે વ્યભિચારી...એવી

શેઢે શેઢો ઘસાસે, વળી ખેતરમાં નહિ રહે ફૂંટ
આદિ વહાન છોડી કરી, અને બ્રાહ્મણ ચડશે ઊંટ
એવી ગાયો ભેંસો જાશે રે, દુજાણામાં રહેશે બકરી...એવી

કારડીયા તો કરમી કહેવાશે, અને વળી જાડેજા ખોજ્શે જાળા
આ નીચને ઘેર ઘોડા બંધાશે, અને શ્રીમંત ચાલશે પગ પાળા
ઓલ્યા મહાજન ચોરી કરશે રે, અને વાળંદ થાશે વહેપારી...એવી

એ રાજ તો રાણીઓના થશે, અને વળી પુરુષ થશે ગુલામ
ગરીબની અરજી કોઈ સાંભળશે નહિ, સાહેબને કરશે સલામ
એવી બેની રોતી જાશે રે, અને સગપણમાં તો રહેશે સાળી...એવી

એ ધરમ કોઈનો રહેશે નહિ, અને એક પ્યાલે વરણ અઢાર
આ શણગારમાં તો બીજું કાંઈ નહિ રહે, અને શોભામાં રહેશે વાળ
વાણિયા વાટુ આ લૂંટશે રે, રહેશે નહિ કોઈ પતિવ્રતા નારી...એવી

છાશમાં માખણ નહિ તરે, અને વળી દરિયે નહિ હાલે વહાણ
આ ચાંદા સૂરજ તો ઝાંખા થશે, એ છે આગમના એંધાણ
એવો દાસ ધીરો એમ કહે છે રે, એ કીધું મેં આ વિચાર કરી...એવી

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...