ભજન - ગુરૂ તમારાં ગુણનો પાર નહીં રે, વારેવારે શું રે વખાણું - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - ગુરૂ તમારાં ગુણનો પાર નહીં રે, વારેવારે શું રે વખાણું


"ગુરૂ તમારાં" ગુણનો પાર નહીં રે, વારેવારે શું રે વખાણું,
શેષ સરસ્વતી થાકીયા, મૈ મૂઢ કેમ કરી જાણું...ટેક

આ રે ભવસાગરની વાટમાં, ડૂબતું વહાણ અમારૂ
શબ્દ સુકાની સમર્થ આપીયો, ત્યારે આ નાવ ઓળખાણુ ...ગુરૂ તમારા

સુરતા સાંધવી સતગુરૂ શ્યામમાં, તેમાં શું ટાણુ કટાણૂ
શબ્દ સુકાની લઈ ચાલવું, વહાણમાં નહીં પડે કાણું...ગુરૂ તમારા

ગંગા રે યમુના તમ ચરણમાં, કાશી મથુરાં ત્યાં ભાળુ
અનેક બ્રહ્માંડ આપમાં, ગુરૂજી થકી મહાસુખ માણું...ગુરૂ તમારા

વર્ણવતા વાણી તમને નહી પહોચે, ગુરૂગમ કેમ રે વખાણું
ઉગમ શરણ વખાણતાં, લાભુ સુખ અતિ સારૂં...ગુરૂ તમારા

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...