હવે બજારમા આવ્યુ ઈન્ટરનેટની મદદથી ચાલતુ સેટઅપ બોક્સ, જેમા નથી જરૂર પડતી ડીશ કે રીચાર્જ કરાવવાની - My Blog

Breaking

Ads by Google Adsense

October 23, 2018

હવે બજારમા આવ્યુ ઈન્ટરનેટની મદદથી ચાલતુ સેટઅપ બોક્સ, જેમા નથી જરૂર પડતી ડીશ કે રીચાર્જ કરાવવાની


સામાન્ય રીતે લોકો પોતાના મનપસંદ ચેનલ્સ જોવા માટે જુદી-જુદી કંપની ની ડિશ બજાર માંથી લઈ ફિટ કરાવતા હોય છે. આ ડિશ લગાવ્યા બાદ પણ બીજી ઘણી તકલીફો નો સામનો કરવો પડતો હોય છે જેમ કે જયારે હવામાન બગડે તો સિગ્નલ મળતા નથી, જો રીચાર્જ કરાવતા ભૂલી ગયા તો ચેનેલ બંધ થવી, કેબલ ઓપરેટર ને ગમતી ચેનેલ માટે વારંવાર કેહવું જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે.
તો આજે વાત કરવી છે કે આવી તકલીફો થી છુટકારો મેળવવા માટે અત્યારે એક એવો સેટટોપ બોક્ષ ની વાત કરવી છે કે જેના વડે કોઇપણ ચેનેલ માત્ર ઈન્ટરનેટ ના માધ્યમ થી જોઈ શકાય છે. તેમજ સાવ નાના આકાર મા આ સેટટોપ બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ સેટટોપ બોક્સ વિશે.
કેવી રીતે ચાલશે આ સેટટોપ બોક્સ
આ સેટ ટોપ બોક્સ ની વધુ મહત્વ હોવાનું કારણ છે કે તે ઇન્ટરનેટ ની મદદ થી ચાલે છે અને તેના માટે કંપનીએ એક ડોંગલ પણ ફ્રી મા આપે છે. તેને માત્ર ઇન્ટરનેટ કેબલ અથવા વાઇફાઇ ની મદદ થી વપરાસ કરી શકાય છે. કંપની મુજબ ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવાથી આ સેટટોપ બોક્સ મા ૧૦૦ થી પણ વધુ ચેનેલો જોઇ શકાય છે. સાથોસાથ જો ઇન્ટરનેટ ના હોય તો ૧૩૨ જેટલા ચેનેલો તો આજીવન મફત માં જોવા મળે જ છે.
આ સાઇઝ મા બીજા સેટટોપ બોક્સ કરતા નાનું હોય છે સાથે તેને કોઇપણ ટીવી સાથે જોળી શકાય છે. આ સેટટોપ માટે સ્માર્ટ ટીવી હોવું ફરજીયાત છે. તેમજ આ સેટટોપ બોક્સ મા એન્ટિના IN પોર્ટ, RC કેબલ પોર્ટ, HDMI પોર્ટ ના વિકલ્પો આપેલો છે. આ સેટટોપ બોક્સ ને પાવર આપવા માટે એડેપ્ટર સાથે જોડવું પડે છે. આ સેટટોપ બોક્સ ના આગળ ના ભાગ મા વાયફાઈ ડોંગલ વાપરવા માટે USB પોર્ટ છે.

ક્યાંથી કરવામાં આવે છે ખરીદી
આ સેટટોપ બોક્સ ને ઓનલાઇન તેમજ ઓફલાઇન બજાર માંથી ખરીદવામાં આવે છે. તેમાં એમેઝોન, સ્નેપડીલ તેમજ બીજી ઘણી બધી અન્ય ઇ-કોમર્સ વેબસાઇટો નો સમાવેશ થાય છે. હાલ આ સેટટોપ બોક્સ ની બજાર કિંમત તેમજ ઓનલાઈન કિંમત ૧૩૦૦ થી ૧૫૦૦ રૂપિયા છે.

No comments:

Post a Comment

Your Comments Here...