સ્વીસ બેંકમાં ખાતું કંઈ રીતે ખોલાવવું… આ ખાતું ખોલવાના નિયમો જાણી ને તમે દંગ રહી જશો.
સ્વીસ બેંક સ્વિઝરલેન્ડમાં આવેલ છે. સ્વીસ બેંકનું નામ સંભળાય એટલે એક જ વસ્તુ યાદ આવે છે. એ છે કાળું નાણું. ભારતના ઘણા લોકોના ખાતા પણ સ્વીસ બેંકમાં છે.
મિત્રો આપણે એ જાણીએ કે સ્વીસ બેંકમાં ખાતું કેવી રીતે ખુલે છે. ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ કેટલું હોવું જોઈએ. ૧૭૧૩માં ગ્રેટ કાઉન્સિલ ઓફ જીનીવાની બેઠકમાં અમુક નિયમ બનાવવામાં આવ્યા કે બેંકની માહિતી કોઈ સાથે શેર ન કરાવી. ત્યારથી જ સ્વીસ બેંક પૂરી દુનિયામાં સૌથી સુરક્ષિત થઇ ગયા અને પ્રખ્યાત થઇ ગઈ છે.
સ્વિઝરલેન્ડની બેંકમાં ખાતું આસાનીથી નથી ખુલતું. મિત્રો સ્વિઝરલેન્ડની બેંકમાં ખાતું ખોલાવવાની શરતો શરૂઆતમાં જમા કરવાના પૈસા અને સિક્યુરીટીના પણ અલગ અલગ ઉકેલ હોય છે.
એકાઉન્ટ હોલ્ડરને કેવી પ્રકારની સિક્યુરીટી અને લેવા-દેવાની સુવિધા દેવામાં આવશે કે નહિ. એ ખાતું ઉપર આધાર રાખે છે, કે કેવા પ્રકારનું ખાતું ખોલાવેલું છે અને કેટલા પૈસા બેંકના ખાતામાં છે. તેના ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે આ બેંકોમાં નંબર ઉપર ખાતા ખોલવામાં આવે છે. જો ટ્રાન્જેક્શન કરવું હોય તો ખાતામાં ધારકનું નામ ન આવે અને નંબર અમુક ઉપર ટ્રાન્જેક્શન કરો ત્યારે બેંકમાં તમારું નામ નહિ નંબર શો થશે.
લગભગ મિત્રો બેંકોમાં ખાતું ખોલાવવું હોય તે વ્યક્તિને ત્યાં પોતે જવું પડે છે. અમુક બેંકો ઈમેલ અને ફેક્સના આધારે ખાતાઓ ખોલી આપે છે. ફોરેન કરન્સી મેનેજમેન્ટ અકાઉન્ટ ખોલી આપે છે. વ્યાપાર કરવા માટે કોઈ ભારતનું વ્યક્તિ સ્વીસ બેંકમાં ખાતું ખોલવા માગતું હોય તો તેની ઉમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ અને જો બેંકને એવું લાગે કે ખાતું ખોલાવવા વાળા વ્યક્તિએ લુટફાંટ, આંતકવાદ, ચોરીથી પૈસા કમાઈ લીધા છે તો ખાતું ખોલવાની ના પડી શકે છે.
સ્વીસ બેંકમાં કોઈપણ ચલણથી ખાતું ખોલાવી શકો છો અને સ્વીસ બેંકમાં ખાતું ખોલાવ્યું હોય તો તેમાં મીનીમમ બેલેન્સ કેટલું રાખવું. તે ખાતા ઉપર આધાર રાખે છે એટલે 10 લાખ ડોલર કે 20 લાખ ડોલર એ ખાતા ઉપર આધાર રાખે છે કે કેટલા મીનીમમ રાખવા એક લાખ ડોલરની જરૂર હોય છે મીનીમમ બેલેન્સમાં.
આ ખાતાને મેન્ટેઈન રાખવામાં વર્ષના 300 ડોલર ખર્ચ થઇ જાય છે. બીજી બેંકો જેમ સ્વીસ બેંક પણ ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ, ચેક જેવી સુવિધા આપે છે. કોઈ પણ ખાતા ધારક કોઈ પણ ચાર્જ વગર પોતાનું ખાતું કોઈપણ સમયે બંધ કરાવી શકે, તેના પર કોઈ પણ નિયમ લાગુ પડતા નથી.
જો કોઈ ખાતા ધારક તેના ખાતામાં પૈસા જમા કરે છે. તો તેને બેંક તરફથી વ્યાજ તો મળશે પણ તેને પૈસાનો ટેક્સ પણ દેવો પડે છે. મિત્રો તમને જાણીને આશ્વર્ય થશે કે હીરો અને હિરોઈનના ખાતા પણ આ સ્વીસ બેંકમાં છે.
No comments:
Post a Comment
Your Comments Here...