ભજન - વહેમ ભૂલી પ્રેમમાં - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - વહેમ ભૂલી પ્રેમમાં


વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાતો જાવ છું
સત્ય અહિંસક શસ્ત્રધારી શુર થાતો જાવ છું...ટેક

પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્મા
એ વિચારે વહેમ થી દુર થાતો જાવ છું... વહેેમ

પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુ
ભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુ... વહેમ

એક સત ના નૂરથી આ વિશ્વની છે ઉત્પતી
નૂરમા લય થાવ છુ , નૂર થાતો જાવ છુ... વહેમ

છે અમીમય આંખડી મારા સદગુરુ ની સતારશા
એમની નજરોમા મંજૂર થાતો જાવ છુ... વહેમ

No comments:

Post a Comment

Your Comments Here...