ભજન - ત્રીગુણી તોરણીયા બંધાય રે - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - ત્રીગુણી તોરણીયા બંધાય રે


બેની મારે પાંચ તત્વનો આ માંડવો, ત્રીગુણી તોરણીયા બંધાય રે...ટેક

ગુણ નામના ગણેશ બેસારીયા, પ્રેમની પીઠીયુ ચોળાય
વરનામ તો અજર-અમર છે ખમૈયાની ખારેકુ વેચાય… બેની મારી

ચાર પાંચ સહેલી મળી, જાનું સાબદીયુ થાય.
ધીરજ નામના ઢોલ વાગીયા, ધોળ મંગળ ગીતડા ગવાય...બેની મારી

સત નામની ચોરી રચી, ધરમનીં નાખી વરમાળ,
બ્રહ્મા બેઠા વેદ વાંચવા, કરણીના કંસાર પીરસાય...બેની મારી

ઈગલા પીંગલા સુક્ષ્મણા, ત્રીવેણીમા ભળી જાય.
સરવે સંતોની દયા થકી, ગુણ તો રવિદાસ ગાય...બેની મારી

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...