જીદંગાની હું ગુજારૂ, પ્રેમના વેપાર પર
પ્રેમ હુંડી મે લખી, સદગુરૂ સરકાર પર...ટેક

તન મન ધન પ્રેમની, કિંમતમાં મે અર્પણ કર્યા
હાટની વસ્તુ નથી, વેચાય છે કલદાર પર...જીંદગાની

પ્રેમ પંથે ચાલવું કે, ખેલવુ સહેલુ નથી
ખેલવુ ખુલ્લા પગે, જેમ ખાંડા કેરી ધાર પર...જીંદગાની

પ્રેમ માં જોયુ તપાસી, પ્યાર સાથે માર છે
પ્યાર પણ આવી મળેતો, ફુરબાન છે એ માર પર...જીંદગાની

જીવતા જીવંત કાઢી, મારી આશા રહી ગઇ
ફુલડા શાને ચડાવો, ખાક ના અંબાર પર...જીંદગાની

માનુ છુ પ્રારબ્ઘ પણ, પૂરૂષાર્થ હુ મુકૂ નહી
આળસુ શીદ ને બનુ પ્રારબ્ધ ના આધાર પર...જીંદગાની

હું નથી શાયર કે કવિ, ન જાણુ પીંગલ કાયદા
દિલની ઉર્મીથી લખી, ગજલ શણગાર પર...જીંદગાની

પ્રેમ ના પાઠ ભણી ભણીને સતાર શુ લવ લવે
હું દિવાનો થઈ ગયો, યાર ના દિદાર પર...જીંદગાની

જય ગુરૂદેવ

No comments:
Post a Comment
Your Comments Here...