ભજન - કર બંદગી સદગુરૂકી, નિરભે હોજાના હોજાના - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - કર બંદગી સદગુરૂકી, નિરભે હોજાના હોજાના


કર બંદગી સદગુરૂકી, નિરભે હોજાના હોજાના...ટેક

કૂડી કૂડી આ કળજુગની માયા, કાટિ ઉપાયે રહે નહિ કાયા;
ઉપન્યા સોઈ હે અલપાયા, ગુરૂગમ જો જ્ઞાના જો જ્ઞાના...નિરભે

ઝૂઠા માતાપિતા સંગાથા, આખિર વખત ચલે નહિ સાથા;
સંતને સેવી ભજ નીર્ગુણ નાથા, છોડી દે અભિમાના અભિમાના...નિ૨ભે

મનુષ્ય દેહ સફળ તુંને પાઈ, કરી લે સાહેબ સે ઓળખાઈ;
તુલસી તિલક કંઠ ધર ભાઈ, જખ મારે જમરાના જમરાના...નિ૨ભે

શૂન સમાધિ તાળી લાગે, આવાગમન ભે સબ ભાંગે;
અવિનાશીં ચૈતન્ય બ્રહ્મ જાગે, નિરંજન નિર્વાણા નિર્વાણા...નિ૨ભે

સહજ સમાધિ સહજ સ્વરૂપા, સકલ નિરંતર વસ્તુ અનૂપા;
રવિરામ ત્યાં છાંયા નહિં ધૂપા, મેરા સદગુરૂ હે ભાણા હે ભાણા...નિરભે

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...