ભજન - અમર પ્યાલો સદગુરૂએ પાયો... - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - અમર પ્યાલો સદગુરૂએ પાયો...




અમર પ્યાલો સદગુરૂએ પાયો, મન મસ્તાના ફીરૂં દીવાના;
અમરાપુર કી આસ કરી તો, છોડી દિયો અભિમાના...૧

કીતના લંબા કીતના થોડા, કીતના હે બ્રહ્મ અનુમાના;
સોઈ શબ્દકા ભેદ બતાવો, ઓર છોડી દિયો જ્ઞાના...૨

પૃથ્વીસે પહોળા પવનસે ઝીણા, આદમ હે અપરંપારા;
લંબા ચોડા સર્વમેં બરાબર, કાયમ હે ઈ કિરતારા...૩

પ્રતીતિ વિનાના પંડિત કેવાણા, મર વાંચે પુસ્તક પાના;
વૃત્તિ પોતાની વાળી ન શકયા, ધરાવે પંડિત નામ...૪

ભેદ સમજ્યા વિના ઘરોઘર ભટકે, મૂરખ લજાવે ઉજાળા બાના;
આપ ન સૂઝે પથ્થરાને પૂજે, ઓર ધરે કુડા ધ્યાના...૫

અબ નહિ આવું અબ નહિ જાવું, અબ નહિ ધરૂં કૂડા ધ્યાના;
કહે રવિરામ ગુરૂ ભાણ પ્રતાપે, લીખ દિયા ૫૨વાના...૬

જય ગુરૂદેવ

1 comment:

Your Comments Here...