ભજન - કહે મીરાંબાઈ સુણો વ્રજવાસી - My Blog

Breaking

October 27, 2018

ભજન - કહે મીરાંબાઈ સુણો વ્રજવાસી


કહે મીરાંબાઈ સુણો વ્રજવાસી, સ્ત્રી પુરૂષમાં શું ભેદ?
ઘટોઘટમા એક આત્મા, જેની શાક્ષી પૂરે ચાર વેદ...ટેક

સર્વ ઘાટ પાંચ તત્વના, ટાળો ભ્રમણા ભેદ,
પ્રેમ ભક્તિમાં જાત ભાત નહી, ધર્યો વૈરાગ વેશ... કહે

બ્રહ્મ સ્વરૂપ જાણ્યા વિના, મનમાં થાય ખેદ,
સ્ત્રી પુરૂષ સર્વર્મા વસે, સોહંમ સ્વરૂપ અભેદ...કહે

ભાવ આધિન છે ભુદરો, ટાળો અંતર ભેદ,
બાહીર આચારે પાર નહી પડો, છે દ્રષ્ટિ તણો ભેદ...કહે

ગુરૂગમ દ્રષ્ટિએ જુવો તપાસી, આત્મા સર્વનો એક,
કહે દેવારામ ભજો તેને, એવી રાખો ટેક...કહે

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...