ભજન - કહે વ્રજવાસી સુણો મીરાંબાઈ - My Blog

Breaking

October 27, 2018

ભજન - કહે વ્રજવાસી સુણો મીરાંબાઈ


કહે વ્રજવાસી સુણો મીરાંબાઈ, અમે છીએ બ્રહ્મચારી,
સ્ત્રીનું મુખ અમે નથી જોતા, એવા અમે વ્રતધારી...ટેક

તમે છો નારી જાતિ, કેમ કરી અમે પાળી,
અમે છીએ સદા બ્રહ્મચારી, સુણો વાત અમારી...કહે

સ્ત્રીસંગથી અમે દુર રહીએ, માયાનું રૂપ જાણી,
ભુલાવે વૃત્તિ અમારી, લલચાઈ મન ભારી...કહે

અડગ છે નેમ અમારા, જીવન પર્યત પાળી,
જપ તપમાં અમે પુરા, ધ્યાન ધણીનું ધારી...કહે

બહુ ડર છે માયા તણો, જેણે મોટા ભુપને ખાળી,
કહે દેવારામ ગુરૂ વિના, કંઈક ગયા છે હારી...કહે

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...