ભજન - દિલ દરિયામાં હંમેશ નાતા - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - દિલ દરિયામાં હંમેશ નાતા


દિલ દરિયામાં હંમેશ નાતા, મન મેલા તેરા કયું રેતા;
રામ સરીખા સાબુ છોડકર, કાદવ કપડા કયું ધોતા...ટેક

શ્રાધ્ધ સરાવતા કોટી જુગ ગયા, મૂવા પછી મુખ નહિં જોતા;
આવ્યા પુરૂષને આદર નહિ દેતા, મૂવા બાપકું કયું રોતા...દિલ

ઉગે ત્યાતો કબહું ન વાવે, ઇંગારે જઇને બીજ બોતા;
ખાય પિયેને મારે ખાંસડે, ખરો માલ મૂરખ યું ખોતા...દિલ

આંબા વૃક્ષકી છાંયા છોડ કર, આંક આસન કયું સોતા;
હંસ સભામાં કબહું ન બેસતા, બગલા સાથે આવે ગોથા...દિલ

પર પિયાસે સ્નેહ કરતા, કૂડી નજરે કયું જોતા;
પતિવ્રતા ઘેર નાર પદમણી, ગુણિકાસે મન કયું મોતા...દિલ

કરી લે બંદગી સાચા સાહેબની, અમર રહે તેરા તોતા;
કહે રવિરામ ગુરૂ ભાણ પ્રતાપે, આ અવસર ફીર નહિ હોતા...દિલ

જય ગુરૂદેવ

1 comment:

Your Comments Here...