ભજન - આદ્ય પીર તો મુસલમાનાં - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - આદ્ય પીર તો મુસલમાનાં


આદ્ય પીર તો મુસલમાનાં હિંદવા પીર નહિ દેખ્યા રે
ધન્ચ બાબાજી ધન્ય બાબાજી રે....ટેક

પાંચ પીરતો મુલતાન મુલકના, પાંચ મક્કા મદીના રે હાં;
મુસા પીર પેગંબર બોલ્યા, હિંદવા પીર હૈ કેસા રે?...ધન્ય

સર્વે પીરને આસ્થા ભેજી, ચલો રણુજા જાઈ રે હાં;
પશ્ચિમ ધરામાં પીર કિલાતા, વા કાં દીદાર કિલાઈ રે....ધન્ય

એક જ આયા દોનું આયા, આયા પાંચ પચીસા રે હાં;
એક લાખને એંસી હજારા, હિંદવા ઘેર મિજબાના રે....ધન્ય

મુસાપીર તુમ મહેરૂં કરના, હમકો દીદાર દીના રે હાં;
પાંચ હાથકી જાજમ મંગાઈ, ઝાટકી પાથરી દીના રે....ધન્ચ

એક જ બેઠા દોનુ બેઠા, બેઠાં પાંચ પચીસા રે હાં;
એક લાખને એસી હજારા, તોય જાજમ વધતી જાવેલા....ધન્ય

મુસા પીર તુમ મહેરૂં કરનાં, હમ તો દીદાર દીના રે હાં;
ટાઢી રોટી બહોત જ ઠારી, ભાવસે ભોજન દીના રે.…ધન્ય

ઠાલી ઠકરાઇ હમ તો દેખી, તમે પીર થઇ કિલાતા રે હાં;
કુરાન કીતાબકી કરો બાતા, તુમ કૌન દરગામેં રહેતા રે?....ધન્ય

મલંગ હોકર મોજુ કરના, સભી પીર કિલાતા રે હાં;
જ્ઞાન ધ્યાનને આધિનતા, હમ ઉસ દરગામેં રહેતા રે.…ધન્ય

કુરાન કિંતાબકીં બાતા કીની, હમ તો બાત પિછાની રે હાં;
તમે હિંદુ ખાઓ માંસ મુડદાલી, હમ નહિ પીવે પાની રે....ધન્ય

મુસા પીર તુમ મહેરું કરના, હમ તો દીદાર કિલાયા રે હાં;
ઉત્તર દિશાથી ચડી વાદળી, બાર કોષ ગંગ ચલાયા રે....ધન્ય

નવા પાણી નારાયણે ભેજ્યા, ઇન્દ્રે આદર કીના રે હાં;
મુસા પીર તુમ મહેરું કરતા, જે માગો તે લીના રે....ધન્ય

પાંચ મુડેકી દેગ મંગાઈ, લાયા ડાળલદે બાઈ રે હાં;
દેગ મેલી ચોક મેંદાના, ઉઠા લિયો સબ સાંઈ રે....ધન્ય

એક જ ઉઠયા દોનું ઉઠયા, ઉઠયા પાંચ પચીસા રે હાં;
એક લાખને એસી હજારા, દેગ ડગી નહિ જાવેલા....ધન્ય

ઉઠયા ડાળલદે દેગ ઉઠાઈ, દેગ મંગાળે ચડાઈ રે હાં;
સવા પાલી માંહી ચાવલ ઓર્યા, દેખ રહા સબ સાંઈ રે....ધન્ય

એકને જોઇયે મોદિક લાડુ, બીજાને સેવ સુંવાળી રે હાં;
ત્રીજાને જોઇયે તલધારી લાપસી, ચોથાને શીરા પૂરી રે....ધન્ય

પાંચમાંને જોઇયે ઉજળા ચોખા, છઠાને જોઇયે સુખડી રે હાં;
સાતમાંને જોઇયે ટાઢા ટુકડા, ઇતના ભોજન ચાહિયે રે....ધન્ય

ચડી દેગ ડાળલદે બોલ્યા, પીરજી અહીં પધારો રે હાં;
કુરાન કિતાબને પઢો કલમા, સારી દેગ સુધારો રે....ધન્ય

એકવીસ પાત્રો અન્નના પુર્યા, છપ્પન ભોગ કીના રે હાં;
મુસા પીર તુમ મહેરૂં કરના, જે માંગો તે લીના રે....ધન્ય

મર્મ વચન મુસાપીર બોલ્યા, એલિયા સૌ એમ કહે છે રે હાં;
ભોજન તો અમે કેમ કરી જમીએ વાસણ મક્કા મદીના રે....ધન્ય

સોના રૂપા તાંબા પિતળ, તત્વ વાસણ કીના રે હાં;
મુસા પીર તુમ મહેરૂં કરના, જે માંગો તે લીના રે....ધન્ય

હરિએ હાથ લાંબા કીના, વાસણ મક્કા મદીનાસે મંગાઇ દીના રે
ઝોળી ઝંડા પાત્ર પાવડી, હવે ઉઠા લિયો સબ સાંઈ રે....ધન્ય

કાને સૂણી એવી આંખે દેખી, નબી સબકું કેતા રે હાં;
પશ્ચિમ ધરાકા પીર બાદશાહ, સબકે ઘટમે રહેતા રે....ધન્ય

અલ્લાહ અકબર પરવર દિગાર, હિંદવે પરચા પુર્યા રે હાં;
મુસાપીર પેગંબર બોલ્યા, હિંદવા પીંર તુમ સચ્ચા રે....ધન્ય

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...