ભજન - તમે ભજન સવાયા કરજો - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - તમે ભજન સવાયા કરજો


વારે વારે અવસર નહી આવે રે. તમે ભજન સવાયા કરજો....ટેક.  

સંસાર સાગર મહાજળ ભરીયો. તરી શકોતો તરજો.     
જગ જીવનના જહાજ લઇને. પેલે પાર ઉતરજો....અવસર

દોનૂદિવા તારી આગળ જળકે. નાભિ કમળ બીચ ધરજો.          
હ્રદય કમળમા હેત ધરીને. અમર વરને વરજો....અવસર

મણેક ચોકમા માણુ પડ્યુ છે. ભરી શકાયતો ભરજો.     
હિરા માણેક મોતી નીલમ. પારખ થઈ પરખજો....અવસર

સદગુરૂ મળે સંશય ટાળે એવા. સંત ચરણે શીશ ધરજો.        
જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. અમરપુરમા ભળજો....અવસર

No comments:

Post a Comment

Your Comments Here...