તેરા ક્ટે જનમ જંજાળા, સંતો ફેરોને નામની માળા...ટેક
ગુરૂગમ કેરી ફૂંચી કરી લે, ક્ટે મોહકા તાળા,
ઈ તાળાને દૂર કરો તો, ઘટભીતર અજવાળાં...સંતો
આ કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથપાળા,
ઈ ગંગામાં અખંડ નાદી લ્યો, મત નાવ નદીયું નાળા ..સંતો
ઈ ગંગામાં અખંડ નાદી લ્યો, મત નાવ નદીયું નાળા ..સંતો
આ દિલ અંદર બુદ્ધિ સમુંદર, ચલત નાવ ચોંધારા;
ઈ રે નાવમાં હીરા માણેક છે, ખોજે ખોજનહારા...સંતો
ઈ રે નાવમાં હીરા માણેક છે, ખોજે ખોજનહારા...સંતો
સમરણ કરલે પ્રાયશ્ચિત પરલે. ચિત્ત મત કર તુ ચાળા;
ખીમ સાહેબ ગુરૂ ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા ..સંતો
ખીમ સાહેબ ગુરૂ ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા ..સંતો
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...