સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
અવર પુરુષ નો સંગડો ના કરીએ હરિ
એ તો પાડી દિયે ભજન માં ભંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
નિંદા ના કરનારા નરકે લઇ જાવે હરિ
જઈ ને સજેઁ ભોરીંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
સાધુ પુરુષ નો સંગડો જો કરીયે હરિ
તો તો ચૌગુના ચઢે અમને રંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
મીરા બાઇ ગાવે સંત ચરણ રજ હરિ
એ તો ઉડી ઉડી લાગી મારે અંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
No comments:
Post a Comment
Your Comments Here...