આગમવાણી - પૂંજારામ બાપા - My Blog

Breaking

Ads by Google Adsense

October 25, 2018

આગમવાણી - પૂંજારામ બાપા


આવશે સમય કારમો, નહિ રહે કોઈની લાજ
ભાઈ-ભાઈમાં ભ્રાન્તિ પાડશે, કુસંગીનો લેશે સાથ

હુડમતીઆ ને હૈયા કૂટ, કાળજા જેનાં કાળાં
પરાયું ધન હરવા માટે, કાંઈ ક કરશે ચાળાં

મહેર વગરના માનવી થાશે, પાપ કરતાં નહિં પડે પાછાં
જૂઠાં બોલા ને મનના હીણા, સજ્જનના ગળામાં નાખે ફાસા

કૂડા કળજુગના એંધાણ છે, સંતના બોલ માનજો સાચા
દુબજાળાથી દૂર રહેજો, એ છે પૂરેપૂરા લુચ્ચાં

આવો સમય આવશે એક દિ, ચેતીને તમે ચાલજો
નિશાન રાખજો સદગરૂનું, અને ધર્મનો રાહ ઝાલજો

નાથ મારા નિવારશે તમને વિશ્વાસે વળગી રહેજો
પૂંજારામ ગુરૂ ઉગારામ ચરણે, સંતના બોલ માની લેજો

                      જય ગુરુદેવ

No comments:

Post a Comment

Your Comments Here...