ધન ગુરૂ દેવા મારા ધન ગુરુ દાતા. ગુરુજી એ શબ્દ સુણાવ્યો રે
ગુરુજી નો મહીમા પલપલ વખાણુ. પંડના પાપ મારા જાવે....ટેક

સૂતો રે જગાડ્યો મને દેશ રે દેખાડ્યો. અલખ પુરુષ ઓળખાવ્યો રે
બુડતા મારા ગુરુજી એ તાર્યો. જમડા ના હાથેથી છોડાવ્યો રે.....ધન

ગૌદાન દેવે ભલે ભૂમિ દાન દેવે. કંચનના મહેલ લુટાવે
કાશી છેત્રમા જઈને કન્યાદાન દેવે.મારા ગુરુજીના તોલે નાવે.....ધન

ખાલ પડાવુ મારા શરીર તણીને. ઉપર સોનેરી રંગ ચડાવુ
મોજડી સીવડાવી ગુરૂને પહેરાવુ.ગણનો ઓસીગણ કેમ થાવુ.....ધન

સદગુરૂ મળીયા મારા શંસય ટળીયા. લક્ષ ચોરાસીથી છોડાવ્યો
વાઘનાથ ચરણે બોલ્યા રૂખડીયો. મુક્તિનો મારગ બતાવ્યો.....ધન

No comments:
Post a Comment
Your Comments Here...