ભજન - સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર


સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર
મારા જીવનના આધાર તમોને વંદન વારંવાર

બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા, સમજી કરીએ આપની સેવા
મનમાં શંકા નહિ તલભાર તમોને વંદન વારંવાર

આપે ખોલી અંતરની બારી, સહેજે મળ્યા દેવ મુરારી
ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર

સેવા સમરણ કાયમ આપો, દાસ જાણી અંતરમાં સ્થાપો
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર

લાલ ત્રંબક જશ ગુણ ગાવે, જનમ મરણ પાતકમાં નાવે
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...