Jioએ 5Gની તૈયારી શરૂ કરી, મુકેશ અંબાણી IMC 2018માં કરી મહત્ત્વની જાહેરાત, જાણો વિગતે - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

Jioએ 5Gની તૈયારી શરૂ કરી, મુકેશ અંબાણી IMC 2018માં કરી મહત્ત્વની જાહેરાત, જાણો વિગતે



નવી દિલ્હીઃ ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 (IMC 2018)ની શરૂઆત થઈ ગઈ છે. આ ઈવેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબામી, ભારતી એરટેલના સુનીલ મિત્તલ, ટેલીકોમ સેક્રેટરી અરૂણા સુંદરરાજન અને કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ સહિત ટેલીકોમ ઉદ્યોગની અનેક દિગ્ગજ હસ્તિઓએ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલશે.
ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના સેક્રેટરી અરુણા સુંદરરાજનના મતે દેશમાં 5Gના વિકાસને ત્રણ સરકારી વિભાગો સંભાળશે. તેમણે કહ્યું હતું કે, AI, સ્માર્ટ સિરીઝ, IoT સાથે 5G દેશમાં વ્યાવહારિક વિકલ્પ છે. 2022 સુધીમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચરનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વોડાફોન દેશમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રચર ઉપર મોટું રોકાણ કરશે.

આ તબક્કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 2020 સુધીમાં ભારતભરમાં 4G હશે. દુનિયાના બીજા વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં વહેલા 5G તૈયાર થઇ જશે. Jio ઓછી કિંમતે યૂઝર્સને વધુ ગુણવત્તા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. અત્યારે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીમાં ભારત 135માં સ્થાને છે, જેને જીઓ-ફાઈબર બદલવા ઈચ્છે છે. ભારતમાં દુનિયાના સૌથી વધુ મોબાઈલ ડેટા યુઝર્સ છે, જેનું મુખ્ય કારણ જીઓ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય બજારોમાં જીઓ માટે 5G સૌથી મોટું ફોકસ રહેશે. Jio તેના Jio Phonesની તાકાતના આધારે ડિજિટલ અભિયાનને ભારતના ગામ-ગામ લઇ જવા ઈચ્છે છે. સારા વર્કિંગ ફોર્સના કારણે ટેલિકોમનું ભવિષ્ય અત્યંત ઉજળું છે. ભારતનું ઉદ્યમી મોબાઈલ સેક્ટર દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં દેશનો ઝડપથી વિકાસ થયો છે.

No comments:

Post a Comment

Your Comments Here...