"તમે કોઈ એક રસ્તા ઉપર જઈ રહ્યાં હોય અને રસ્તા ઉપર પથ્થરની બે મૂર્તિ પડેલી દેખાય"
૧) રામની
અને
૨) રાવણની
અને
૨) રાવણની
જો તમને એક મૂર્તિ લઈ લેવાનું કહેવામાં આવે તો તમે રામની મૂર્તિ જ ઘરે લઈ જાઓ, કેમ કે રામ સત્ય, નિષ્ઠા, શ્રદ્ધા, અને તમારી લાગણી સહીત સકારાત્મકતાના પ્રતિક છે અને રાવણમાં તમારી શ્રદ્ધા નથી માટે રાવણ નકારાત્મકતાનું પ્રતિક છે.
ફરીથી તમે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય અને બે મૂર્તિઓ મળે એક રામની અને બીજી રાવણની હોય. રામની મૂર્તિ પથ્થરની અને રાવણની મૂર્તિ સોનાની હોય.
હવે તમને કોઈ એક મૂર્તિ લઈ લેવાનું કહેવામાં આવે તો તમે રામનું મૂર્તિના બદલે સોનાની રાવણની મૂર્તિ જ ઉઠાવશો.
અર્થાત...
આપણે સત્ય, અસત્ય, નિષ્ઠા, શ્રદ્ધા, લાગણી કે સકારાત્મકતા, નકારાત્મકતા બધુ જ આપણી અનુકૂળતા અને ફાયદા મુજબ નક્કી કરીયે છીયે.. ફાયદો થાય તો રાવણ પણ ચાલે અને ફાયદો ન હોય રામની પણ જરૂર નથી.
જયાં ફાયદો થાય અથવા ફાયદો થશે એમ લાગે ત્યાં આપણી શ્રદ્ધા..એટ્લે જ મોટાભાગનાં લોકો ફક્ત કાલ્પનિક ફાયદા માટે અથવા ડરના કારણે જ ઈશ્વરને પૂજે છે...
તમે તમારાં ફાયદા માટે કથા સાંભળવા જાઓ છો પણ સાચો ફાયદો તો કથાકારને (કથા વાંચવાના પાંચ લાખ) અને આયોજકોને જ થાય છે કેમ ઈ લોકો જાણે છે કે તમે ફાયદા માટે રાવણને પણ પૂજો એવાં છો.
ધાર્મિક ની સાથે તર્કવાળા બનો તો જ ફાયદો થાશે.
No comments:
Post a Comment
Your Comments Here...