ભજન - સદગુરુ સાહેબ સઈ કર્યા -ભાણ સાહેબ - My Blog

Breaking

March 11, 2019

ભજન - સદગુરુ સાહેબ સઈ કર્યા -ભાણ સાહેબ

સદગુરુ_સાહેબ_સઈ_કર્યા ભાણ સાહેબ

(૧) સદગુરુ સાહેબ સઈ કર્યા, જેને પ્રેમ જયોત પ્રકાશી,
અખંંડ જાપ આયો આતમરો, કટી કાલકી ફાસી. સદગુરુ

(ર) ગગન ગરજીયા શ્રવણે સુણીયા, મેધ જ બારે માસી,
ચમક દામીની ચમકન લાગી, દેખ્યા એક ઉદાસી. સદગુરુ

(૩) ગેર તણા ધડીયાળા વાગે, દેત ગયા દળ નાશી,
જીણ પણામા ઝાલર વાગી, ઉદય ભયા અવિનાશ. સદગુરુ

(૪) મહી વલોવયા માખન પાયા, ગ્રથ તણી ગમ આસી,
ચાર સખી મીલ ભયા વલોણા, અમર લોકકા વાસી. સદગુરુ

(પ) સપ્ત દીપ ને સાયર નાહી, નહી ધરણ આકાશી,
એક નિરંતર આત્મ બોલે, સો વીધી વિરલા પાસી. સદગુરુ

(૬) ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા, દેખ્યા શ્યામ સુવાસી,
સ્વપ્ન ગયાને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી. સદગુરુ

🙏 જય ગુરૂદેવ  🙏

No comments:

Post a Comment

Your Comments Here...