ભજન - રામ ભજીલે રાણા -ભાણ સાહેબ - My Blog

Breaking

March 11, 2019

ભજન - રામ ભજીલે રાણા -ભાણ સાહેબ

રામ_ભજીલે_રાણા ભાણ સાહેબ

(૧) મન તુ રામ ભજીલે રાણા,
તારે ગુણ ગોવિંદના ગવાણા. મન

(ર) ખોટી માયાની ખબર ન પડી, પછી કળ વિના કુટાણા,
જુઠી માયાસે ઝગડો માંડયો, બળ કરી બંધાણા. મન

(૩) કુડીયા તારે કામ ન આવે, ભેળા ન આવે નાણા,
હરામની માયા હાલી જશે, રહેશે દામ દટાણા. મન

(૪) કુપણ વિના નવ કુડા દીશે, ભીતર નવ ભેદાણા,
હરિ વિનાના હળવા હેડે, નર ફરે નીમાણા. મન

(પ) સો સો વરસ રહે સિંધુમા, ભીતર નવ ભીંજાણા,
જળનુ તો કાઈ જોર નવ ચાલ્યુ, પલળ્યા નહી એ પાણા. મન

(૬) તારા હરિચંદ્ર તૂ હી જપ્યા, રોહીદાસ રુધાણા,
દીક્ષિત લઈને દાતાર ચાલ્યા, હરિચંદ્ર હાટ વેચાણા. મન

(૭) રાવણ સરીખા રહયા નહી ને, ઈન્દ્ર જેવા અલપાણા,
જરાસંધ તો જાતા રહયાને, કૌરવ ખુબ કુટાણા. મન

(૮) સંચી માયા ભેળી કરીને, નીચે ભરીયા નાણા,
મુવા પછી મણીધર થઈ બેઠા, તા ચર રાફ રૂધાણા. મન

(૯) અસંખ્ય તો અવતાર ધર્યા  તે, ભવોભવ ભટકાણા,
જરા મરણ તો જીત્યા નહી, પણ લોભનો ગયો લુવાણા. મન

🙏 જય ગુરૂદેવ 🙏

No comments:

Post a Comment

Your Comments Here...