ભજન - તું તો આપે છે આતમરામ - My Blog

Breaking

May 6, 2019

ભજન - તું તો આપે છે આતમરામ


"તું તો આપે છે આતમરામ,
હીંડે ખબર વિના ખોળતો રે,
મૃગ મોહ્યો માયા ની જાળ,
હીંડે જાંજવાના જળ ડોળતો રે,
તારી તેણે ન ભાંગી તરસ,
એવી અવિધા રૂપી રાત છે રે,
તેમાં જાગશે કોઈ જન,
એવી ભુલવણી ભાત છે રે,
તારે મોહ રૂપી પલંગ,
ઉપર પાખંડરૂપી પોઢવા રે,
અજ્ઞાન સ્ત્રી નો સંગ,
ઉપર લોભ પછેડો ઓઢવા રે,
દીધા કબુદ્ધિ નાં કમાડ,
આડી ભોગળ ભીડી ભ્રમ ની રે,
તું ને વાલી વિષય ની વાત,
તેણે સંગ નાં છૂટે શ્રમનીરે,
તારે વેદ સાથે છે ખેદ,
હાંસી કરે હરિજનની રે,
જયારે જાસો જમ ને દ્વાર,
મોટપ કામ નહીં આવે મનની રે,
તારે તપે ત્રિવિધિ નાં તાપ,
તારું મન ઘેરાણું માનમાં રે,
કેડે કુટુંબ ને પરિવાર,
તુંને ગળવા નહીં દીયે જ્ઞાનમાં રે,
જુવો આદિ અંત એક,
જોતા રૂપ ન જડે જીવનું રે,
મૂળદાસ કહે કહ્યું માન,
ચિત્ત સ્મરણ કર એક શિવનું રે.

 જય ગુરૂદેવ 🙏

No comments:

Post a Comment

Your Comments Here...