ભજન - સગપણ આડા આવે - My Blog

Breaking

May 9, 2019

ભજન - સગપણ આડા આવે

સગપણ આડા આવે એના, મનને ખુબ મુંજાવે
યુદ્ધમાં અર્જૂનને રે એના સગપણ આડા આવે...ટેક
કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી, મધ્યમાં રથને લાવે
કોને મારૂ ને ક્યાં તીર ચલાવું, મારી સમજણમાં ન આવે...યુદ્ધમાં
કોઈ કોઈનું સગુ નથી દુનિયામાં,  કૃષ્ણ પ્રભુ સમજાવે
આ કાયરતા ક્યાંથી લાવ્યો, તારી કિર્તી ને કલંક લગાવે...યુદ્ધમાં
અગ્નિ ન બાળે પવન ન સૂકવે, એને પાણી ન રે પલાળે
આત્મતત્વ અમર છે એવા, ગીતાના જ્ઞાન સમજાવે...યુદ્ધમાં
જ્ઞાન ગીતાના દઇને અર્જૂનને, ધનુષ્ય બાણ ધરાવે
પુરૂષોત્તમના પ્રભુજી પ્રિતે, ભારતમા ભારત રચાવે...યુદ્ધમાં

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...