સદગુરૂની બલિહારી. જેણે અનેકને લીધા ઉગારી;
ગુરૂએ અનેકને લીધા ઉગારી...ટેક
પુરણ પરમાર્થી સદગુરૂ બંદા, જેની કૃપા દ્રષ્ટિ સારી;
ભૂલા પડયા જીવને પાર ઉતારવા, કરે તન મન ધન કુરબાની...ગુરૂએ.
સત્ય જ્ઞાનનો બોધ આપીને, ભાગ્યને દીયે પલટાવી;
નામ નિશાન નક્કી બતાવી, સુરતા દીયે ઠેરાવી...ગુરૂએ.
નિજ ઘટમા નાથ દીખાવે, દિયે ભ્રમણા ટાળી;
ભવોભવનો ભટકાર મટાડી, સોહમ સ્વરૂપ સમાવી...ગુરૂએ.
આવે આનંદ આઠે પહોર, ભેદ દ્રષ્ટિને ટાળી
ઘટોઘટમા રમતા રામની, પાકી દીધી નિશાની...ગુરૂએ.
ધન્ય ધન્ય સદગુરૂ દાતા, ધન્ય કૃપા તમારી;
દેવારામ ગુરૂ દયા કરીને, જન્તીને લીધો ઉગારી...ગૂરૂએ
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...