કોને કહું દિલડાની વાતું,
નથી રહેવાતું હવે નથી રહેવાતું...ટેક
જેને જેને કહું એ તો કહ્યું ન માને
મૂરખ ગણી ને મને મારે છે લાતું...નથી
ઘેલા રે લોકો મારી ગત શું જાણે
મારા તે રૂદિયા માં કાંઈ કાંઈ થાતું...નથી
દિલના દર્દને કોઈ દર્દી દિલ જાણે
વૈદોને એ નથી સમજાતું...નથી
સૂગરા મળે તો શાંતિ સ્થાપે
નૂગરા પાછળથી કરે છે વાતું...નથી
કહે "સત્તાર દાસ" ભજો એક અવિનાશ
પ્રભુને ભજતાં, ભક્તિ કરતાં રહે મન રાતું...નથી
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...