જેના પૂર્વના પાપ જાગે રે
એના ઘરમાં ડાકલા વાગે
ધૂણી ધૂણી ને કરે ધીંગાણા
લીલા નાળિયેર માંગે
ભુવા પાંખડી ભેળા થઈને
લાગ જોઈને લાકડું ભાંગે રે
જેના...
માંદા પડે ને માનતા રાખે
ધરાય નહિ દોરા ધાગે
દવા લિયે નહિ ને દાણા જોવે
વાંસા વધાવા માંગે રે
જેના...
ખોળા પાથરે ને પગે લાગે
વેમના ડાકલા પાડે
ઉકરાતા ઓતાર લઈ ને
માતાના ખમકારા માંગે.
જેના...
સમજણ નો એને સોટો ન લાગે
ભડકી ને છેટા ભાગે
ભોજો ભગત કહે ભવ બગાડ્યો
એને શિખામણ સારી ન લાગે
જેના...
🙏🏻🙏🏻🙏🏻


Jay Gurudev
ReplyDelete