વિશ્વના સૌથી મોટા એઇડર્ટાઈઝર્સમાં સામેલ ફેસબુક પાસે તેના યુઝર્સની બહુ બધી જાણકારી હોય છે.તેના આધારે તે યુઝર્સને જેમાં રસ છે તેની એડ બતાવે છે. ઉદાહરણ તરીકે ફેસબુક જાણે છે કે યુઝરને શુઝ ખરીદવામાં રસ છે કે મોબાઇલ. તમારા સર્ચના આધારે પછી તમારા પ્રોફાઇલમાં તેવી વસ્તુની એડનો મારો ચાલુ થઇ જાય છે. ફેસબુક ડેટા અંગેની આ બાબતથી મોટાભાગના યુઝર્સ અજાણ હતા. પરંતુ હવે યુઝર્સમાં ડેટા પ્રાઇવસીની માંગ વધી રહી છે.
જેના પગલે ફેસબુકે નવું ટુલ ઓફ ફએસબુક એકટિવિટી લોન્ચ કર્યું છે. માર્ક જકરબર્ગે કહ્યું, આગામી દાયકામાં અમારું ફોકસ ડેટા પ્રાઇવસી પર રહેશે અને તે દિશામાં અમારે ઘણું કામ કરવાનું છે. ઉલ્લ્ખનીય છે કે ફેસબુક અને ટવિટરના યુઝર્સના ડેટા લીક થયા હોવાનો વિવાદ સામે આવ્યો હતો. બંને સોશિયલ મિડીયા પ્લેટફોર્મે સ્વીકાર્યું હતું કે સેંકડો યુઝર્સના ડેટાને ખોટી રીતે એકસેસ થયા છે. ડેટાની ચોરી ગુગલ પ્લે સ્ટોર પર રહેલી થર્ડ પાર્ટી એપ્સ કરી રહી હતી. જે યુઝર્સે આવી એપમાં લોગ કર્યું હતું તેમના ડેટા વધુ ચોરાયા હતા.
No comments:
Post a Comment
Your Comments Here...