દિલડાની ચોરી મટી - ભજન - My Blog

Breaking

Ads by Google Adsense

August 18, 2020

દિલડાની ચોરી મટી - ભજન

દિલડાની ચોરી મટી, મારા મનડાની ચોરી મટી
મારે હૈયે આવી ધીર, ગુરૂ મે તો બન ગયા ફકીર...ટેક

સાત સાયર ખારા ભરીયા, એમાં મીઠી એક વિરડી
દેવી-દેવતા મેળે મળીયા, એમાં ગુણપતિ ગંભીર...ગુરૂ

અખંડ  ધારા  મેહુલ  વરસે,  સ્વાતિના  નીર
લાગી  લગના ચડી  ગગના, ત્રિવેણીને  તીર...ગુરૂ

ડાબી ઇંગલા જમણી પિંગલા, નાહ્યા નિર્મળ નીર
ડુંગર ઉપર ડેરી દેખી, એમા ભાળ્યા ઘડનારા પીર...ગુરૂ

આ રે  કાયામાં  વાજા  વાગે, વાગે  આંઠે  પોર
જયમલ ભારતી એમ બોલ્યા, ભાંગી ભવની ભીડ...ગુરૂ 

           ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

No comments:

Post a Comment

Your Comments Here...