નિર્ભય નામ વિચારો હરિજનો - My Blog

Breaking

September 27, 2020

નિર્ભય નામ વિચારો હરિજનો

નિર્ભય નામ વિચારો હરિજનો,
નિર્ભય નામ વિચારો રે... ટેક.,

જે ભવસાગર નો આરો,
હરિજનો નિર્ભય નામ વિચારો રે
મેલી તર્ક વિતર્ક મન ના, ગુરુ વચન ને ધારો, 
નિશ્ચલ વૃતિ કરો ગુરુ મેં મીટે  ભવ ભટકારો,             ટેક.,

અખંડ અવિચલ આત્મા,
નહિ જાત વર્ણ વિચારો
જે નીસદીન ઘટ માં ગાજે, 
મન પવન થી ન્યારો.. ટેક.,

હરદમ મેં હાજર રહેતા સુરતા કરે સંઘારો,
ઓહંગ સોહમ બે તાર ગાજે,
વાગે છે એકતારો ટેક., હરિજનો નિર્ભય નામ વિચારો રે

સદગુરું દેવે કૃપા કરી જબ,
કિયો નામ ઉજીયાર
 ઉગારામ ગુરુદેવ હમારા હીરસાગર કિનારો હરિજનો નિર્ભય નામ વિચારો રે

           ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

No comments:

Post a Comment

Your Comments Here...