Jay Hirsagar Dev
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
જય હિરસાગરદેવ વાલા,
જય હિરસાગર દેવ
પૂર્વ ના પીર પુરાણી (૨)
કરીએ તમારી સેવ
વાલા જય હિરસાગરદેવ...
અમરાબાપા ના દ્વારે આવ્યા આપે આવ્યા દેવ
પ્રભુ આપે આવ્યા દેવ
અકળ પુરૂષ અવિનાશી.......(૨)
કરૂણા ના સાગર દેવ
વાલા જય હિરસાગરદેવ...
બાળપણ થી વૈરાગ નિજ ભક્તિ ના નેમ, (૨)
સેવા કીધી ખંતે ગુરૂ ધાર્યા કરમશી દેવ (૨)
વાલા જય હિરસાગરદેવ...
નિજ સ્વરૂપ ધ્યાને પામ્યા પદ તતખેવ
વાલા પામ્યા પદ તતખેવ,
સુરતા ના દોર સાંધી ઉગાર્યા હંસ અનેક (૨)
વાલા જય હિરસાગરદેવ...
ઉગમસાહેબ પર આપે કરૂણા કીધી દેવ
વાલા કરૂણા કીધી દેવ,
અમર આંબો રોપ્યો શાખા પ્રગટી અનેક
વાલા જય હિરસાગરદેવ...
ધન્ય તમ અવતાર ધન્ય સદ્દગુરૂદેવ,
વાલા ધન્ય સદ્દગુરૂદેવ
*દાસ જ્યંતી* ના સ્વામી ......(૨)
ભવતારણ છો દેવ
વાલા જય હિરસાગરદેવ...
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
જય ગુરૂદેવ
જય હીરસાગર દેવ
ઉગમફોજ ની જય
No comments:
Post a Comment
Your Comments Here...