અખા ભગત - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

અખા ભગત


અખા ભગત
કાશીમાં ગંગાજીના કિનારે એક સંત મહાત્માની પર્ણકુટિ છે. પર્ણકુટિમાં સંત પોતાના પસંદ કરેલા ખાસ શિષ્યોને વેદવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપી રહ્યા છે. મધરાતનો વખત છે. ગુરુ ઉત્સાહમાં બોલે જાય છે. પણ સામે બેઠેલા શિષ્યો ઊંધનાં જોકાં ખાય છે ને હોંકારો ભણી શકતા નથી. ગુરુએ કહ્યું` માયાનું સ્વરૂપ મેં સમજાવ્યું; હવે તમે શું સમજ્યા એ કહો!’
કંઈ જવાબ મળ્યો નહિ. ગુરુએ ફરી પ્રüા કર્યો, કંઈ જવાબ નહિ. શિષ્યો ઊંધતા હતા, કોણ જવાબ આપે? ત્યારે ગુરુથી એક નિસાસો નખાઈ ગયો. એટલામાં પર્ણકુટિની બહારથી અવાજ આવ્યો`ગુરુદેવ, આજ્ઞા કરો તો આ સેવક આપના પ્રüાાેનો જવાબ આપે!’
ગુરુ ચમક્યા. એકદમ ઊભા થઈનેએ બહાર આવ્યા.એક મેલો ઘેલો માણસ એમના પગમાં ઢગલો થઈને પડયો ન બોલ્યો` ગુરુજી ક્ષમા કરો! શું રોજ છુપાઈને આપનો ઉપદેશ સાંભળું છું.’
ગુરુએ વહાલથી એને ભેટી પડી કહ્યું` બહાર નહિ, હવે અંદર મારી સામે બેસજે! હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું.’
આ ગુરુનું નામ બ્રહ્માનંદ અને તેમણે જેને શિષ્ય તરીકે સ્વીકાર્યો તે અખો ભગત. અખો બ્રાહ્મણ નથી, વૈશ્ય છે એવું જાણી આ પહેલાં ગુરુએ એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી, પણ હવે એમણે જોયું કે મારા બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાનની તરસ વધારે સાચી ને ઊંડી છે, એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડયું. અખો જ્ઞાની, વેદાન્તી બની ગયો.
અખા ભગતનો જન્મ અમદાવાદ પાસે જેતલપુર ગામમાં શ્રીમાળી સોની કુટુંબમાં આજથી લગભગ સાડી ત્રણસો વર્ષ પહેલાં થયો હતો. અખાની સોળ વરસની વયે એના પિતા એને અને એની બહેનને લઈ, જેતલપુર છોડી અમદાવાદમાં આવી વસ્યા હતા. તે પછી ચારેક વર્ષમાં પિતા ગુજરી ગયા ને પછી બહેન પણ ગુજરી ગઈ. અખો બાળપણમાં પરણેલો, તે પત્ની પણ ગુજરી ગઈ. અખો ફરી પરણ્યો. તે પત્ની પણ નિઃસંતાન ગુજરી ગઈ. ઉપરાઉપરી આ બનાવોથી અખાનું મન વિરકત થયું. સાધુસંતોનો સંગ તો એને પહેલેથી જ હતો. તેવામાં વળી એક બે બનાવો એવા બન્યા કે એનું દિલ સંસાર પરથી ઊઠી ગયું. એણે એક બહેનને પોતાની ધર્મભગિની કરીને માની હતી. એ બહેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા મૂકેલા. એ રૂપિયામાંથી અખાને એણે સોનાની કંઠી કરી આપવા કહ્યું. અખો કુશળ કારીગર હતો, વળી બહેન પ્રત્યે એને ભાવ હતો. તેથી તેણે સો રૂપિયા ઘરના ઉમેરી તેને ફIડ કંઠી કરી આપી. પણ કોઈકે બાઈના મનમાં વહેમ ઘાલ્યો કે સોનીનો ભરોસો શો? એટલે બાઈએ બીજા સોની પાસે કંઠી પર કાપ મૂકાવી સોનાની પરખ કરાવી. સોનું સાચું નીકળ્યું. બાઈ પસ્તાઈ. તેણએ સોનીને એ કાપ સરખો કરી આપવા કહ્યું. પણ અખા જેવા કુશળ કારીગરે કરેલી કંઠી પરનો કાપ એનાથી સરખો થયો નહિ. એટલે બાઈ એ લઈને અખાની પાસે ગઈ. અખા એ કળે કળે બાઈ પાસેથી બધી વાત કઢાવી. એ સાંભળી એને બહુ લાગી આવ્યું. એને થયું` ખરેખર, આ સંસાર સાચાનો નથી!
અખો અમદાવાદની સરકારી ટંકશાળાનો ઉપરી હતો. કોઈએ રાવ ખાધી કે અખો સિIામાં ભેળસેળ કરે છે, એટલે અખાને પકડીને જેલમાં પૂરવામાં આવ્યો. જો કે તપાસમાં એ નિર્દોષ છૂટયો, પણ એને ખાતરી થી ગઈ કે `આ સંસાર સાચાનો નથી.’
અખાને સાધુસંતોનો સંગ તો હતો જ, પણ આ પ્રસંગોએ એની જ્ઞાનની ભૂખ વધારી દીધી. ઘરબાર બધું મેલી એ ચાલી નીકળ્યો. કુળધર્મે એ વૈષ્ણવ હતો, તેથી ગોકુલ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે એણે દીક્ષા લીધી. એ કહે છે`બહુ કાળ હું રોતો રહ્યો! મેં ગોકુલનાથજીને ગુરુ કર્યા અને ઘરડા બળદિયા જેવા મારા મનને નાથ ઘાલી, પણ ગુરુ કરવા છતાંયે હું કો નુગરો રહ્યો!’
આ એને આત્મમંથનનો કાળ છે. જ્ઞાનની ભૂખ સંતોષવા એ કાશી ગયો. ત્યાં એ વેદવિદ્ બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય થવા ગયો, પણ પહેલાં તો સ્વામીનો એને ના પાડી, પણ પછી એની લગની જોઈ એમણે એને શિષ્ય તરીકે સ્વીકારીને વેદાન્ત-વિદ્યાનું જ્ઞાન દીધું.
અખામાં વૈષ્ણવ-ધર્મમાંથી મળેલી ભક્તિનું ભાથું તો હતું, તેમાં જ્ઞાનનું બળ ઉમેરાયું. વૈરાગ્ય તો પહેલેથી હતો. આમ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેની સરખી સાધનાથી અખાને આત્મજ્ઞાન થયું. એ પોતે કહે છે તેમઃ` આવી અચાનક હરિ પરગટ થયો!’ પછી ુવજીની પેઠે એની વાણી ઊઘડી. એ કહે છે`ત્યાર પછી ઊધડી મુજ વાણ! અચ્યૂત આવ્યાનું એ એંધાણ!’
હું તો જેમ દારની પૂતળી, તે ચાળા કરે અપાર,
પણ કાષ્ઠમાં કાંઈયે નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર!
અખો તો માત્ર કઠપૂતળી છે; સૂત્રધાર નચાવે તેમ નાચે છે. કવિતા કરનાર, ગ્રંથ લખનાર આ અખો નથી, અખો તો માત્ર પ્રભુના હાથનું વાજિંત્ર છે. વગાડનારો શ્રી હરિ છે. વાજું વાગતું દેખાય છે, પણ એ કરામત વાજાની નથી, વગાડનારની છે.
નાથ નિરંજન ગ્રંથ કરતા, અખો તે નિમિત્ત માત્ર,
જેમ વાજું દીસે વાજતું, પણ વજાડે ગુણપાત્ર!
અખો ગુરુવાદનો વિરોધી નથી, પણ બાહ્ય ગુરુ કરતાં એ આત્મા-ગુરુને વધારે માને છે. એ કહે છે` જે નરને આત્મા-ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે!’
સાથે સાથે તે કહે છે
કહે અખો સહુ કો સુણો, જો આણો માયા અંતને,
તો આપોપું ઓળખો, સેવો હરિ-ગુરુ-સંતને!
પણ આવા હરિ-ગુરુ-સંત મળવા મુશ્કેલ છે. અખાને ઢોંગી ગુરુઓનો કડવો અનુભવ થયો હશે એટલે એણે ગુરુના નામ  પર કેટલાક ચોબખા માર્યા છે
.અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર!
.પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ!
જેમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘર આપ!
.દેહાભિમાન હતું પાશેર, વિદ્યા વધતાં વાધ્યું શેર,
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો!
.ઊંધ્યો કહે, ઊંધ્યો સાંભળે, તેણે જડપણું બેનું નવ ટળે,
જેમ ચિત્રામણના દીવા વડે, કેમ રાત અંધારી દૃષ્ટે પડે?
.પ્રાપ્ત રામ કરે તે ગુરુ, બીજા ગુરુ તે જાણો વરૂ!
ધન હરે, ધોખો નહિ કરે, એ ગુરુ કલ્યાણ શું કરે?
શાસ્ત્રનો મર્મ નહિ સમજનારા અને વ્યર્થ વાદવિવાદ કરનારા પંડિતો પ્રત્યે અખારે ભારે નફરત છે. એ કહે છે
.અંધે અંધ અંધારા મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા,
ઘેંસ ન થાય, ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી!
.પંડિતને પંડિતાઈનું જોર, પણ અતઃકરણમાં અંધારું ધોર!
.સંસ્કૃત બોલે તે શું થયું? શું પ્રાકૃતથી નાસી ગયું?
ભાષાને શું વળગે ભૂર? જે રણમાં જીતે તે શૂર!
.જોજો રે મોટાના બોલ, ઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ!
.શબરી સંસ્કૃત શું ભણી હતી, ભાઈ? ક્યા વેદ વાંચ્યા કરમાબાઈ?
વ્યાધ તો શું ભણ્યો’ તો વેદ? ગણકા શું સમજતી હતી ભેદ?
.ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો!
.જો તુંબડું માંહેથી મરે, તો તારે ને પોતે તરે!
અખાની જ્ઞાનદૃષ્ટિ સમાજમાં પ્રવર્તતાં દંભ, અજ્ઞાન અને વહેમોની આરપાર જોઈ શકે છે. ઊંચનીચના ભેદની વ્યર્થતા અને રામ રહીમના ભેદની પોકળતા પણ એ સમજે છે. તેથી કહે છે
1.ઊંચમાં રામ બમણો નથી ભર્યો અને નીચ પિંડ ઠાલો નથી કર્યો!
2.આભડછેટ અંત્યજની જણી, બામણ વાણિયા કીધા ધણી!
3.શ્વાન શ્વપચ ગૌબ્રાહ્મણ જોય, રામ થકી અળગો નહિ કોય!
4.આપોઆપમાં ઊઠી બલા, એક કહે રામ ને એક કહે અલા!
5.જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામાસામી બેઠાં ધૂડ,
કોઈ આવી વાત સૂરજની કરે, તો આગળ જઈ ચાંચ જ ધરે.
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયા?
6.એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન!
7.આંધળો સસરો ને શણગટ વહુ, કથા સૂણવા ચાલ્યું સહુ!
કહ્યું કાંઈ ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું!
ઊંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક!
મરીને માણસ ભૂત થાય છે, અને જીવતાથી નહિ બીનારો મરેલાથી બીએ છે, એ કેવી વિચિત્ર વાત છે! અખો કહે છે`કોઈ જાનવર મરીને ભૂત નથી થતું, ને માણસ કેમ થાય છે?
પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ કેમ અવગત થાય?
પછી કહે છે` તારે ભૂત ન થવું હોય ને બ્રહ્મ થવું હોય તો મરતાં પહેલાં જ્ઞાન સરોવરમાં ડૂબીને મરતા પહેલાં જ મરી જા! પછી તું હરિરૂપ થઈ જશે`
મરતા પહેલાં જાને મરી, પછી જે રહેશે તે હરિ!
મારા ગ્રહો નબળા છે કહી માથે હાથ દઈ બેઠેલાને અખો કહે છે હરિની ભક્તિ કર! હરિનું શરણ લે, પછી ગ્રહો તને શું કરવાના છે? ગ્રહો જ બાપડા કોઈ લૂલા છે, તો કોઈ કાણા છે!
હરિજનને ગ્રહ શું કરે? જે ગ્રહ બાપડા પરવશ ફરે!
કાણો શૂક્ર ને લૂલો શનિ, બ્રહસ્પતિએ સ્ત્રાળ ખોઈ બાપડી!
અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. ભક્તિ પંખી છે, ને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે. ભક્તિ ગાય છે, ને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે. ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો!
ભાઈ, ભક્તિ જેવી પંખિણી, જેને જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે,
ચિદાકાશ માંહે તે જ ઊડે જેને સદ્ગુરુ રૂપી આંખ છે!
એ ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન વૈરાગ્ય કહાવે,
જ્યાં ગાય ઘરમાં આવી, સહેજે વત્સ ચાલ્યાં આવે!
આમ અખાએ સમાજના સૂતેલા આત્માને જગાડયો છે અને એને જ્ઞાનનો રાહ ચીંધ્યો છે.ઃ
1.સૂતર આવે તેમ તું રહે, જેમ તેમ કરીને હરિને લહે!
2.ઊનું ટાઢું નહિ આકાશ, પાણીમાં નહિં માખણ છાશ,
બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી સેવક સખા!
3.ઈશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર.
મીઠાં મહુડાં માન્યાં દ્રાક્ષસ અન્ન નોય અન્ન માંની રાખ!
સોનામુખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય!
4.પાને પોથે લખિયા હરિ, જેમ વેળુમાં ખાંડ વિખરી!
5.માયાના મર્કટ સૌ લોક પલકે સુખ ને પલકે શોક!
6.અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત!
7.જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા!
અખાએ ઘણા ગ્રંથો લખ્યા છે.એના છપ્પા, `અનુભવબિંદુ’ અને `અખેગીતા’ જોતાં એ કેવળાદ્વૈત તરફ ઢળતો વેદાન્તી જણાય છે. એની `બ્રહ્મકુમારી’ અજબ છે.
આમ અખો જ્ઞાનવૈરાગ્યનું ગૌરવ કરે છે, અને જ્ઞાનવૈરાગ્ય વગરની ભક્તિને અપંગ કહેછે. એ જ જ્ઞાન-વૈરાગ્યને એ ભક્તિરૂપે ગાયનાં વત્સ કહે છે. આમ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ત્રણેના અલગ વાડા નથી, પણ એક જ ટ્ટટ્ટટ્ટ ત્રણ પાસાં છે એવું એ સ્પષ્ટ કરે છે.
અખો વિદ્વાન છે, બહુશ્રુત છે, મહા અનુભવી છે. એ પ્રચલિત કહેવાતો તથા અવનવી ઉપમાઓનો પૂરા બળથી ઉપયોગ કરે છે એટલે એની વાણી ચોટદાર બને છે. કશામાં દોષો જોવાનો એનો હેતુ નથી, પણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દેખાડવું જ પડે ને? એ વિના રોગનો ઉપાય થાય કેવી રીતે? અખાની વાણી લક્ષ્યવેધી છે. ગુજરાતી ભાષાના એ એક ઉત્તમોત્તમ કવિ છે, ઉત્તમોત્તમ ભક્ત છે, ઉત્તમોત્તમ જ્ઞાની છે. `અખેગીતા’ ખરેખર `ગીતા’ નામને યોગ્ય છે. ગુજરાતી ઉપરાંત વ્રજભાષા અને હિંદમાં પણ અખાએ કવિતા કરી છે.
અખાના આત્મદર્શનનું એક ગીત આ નીચ આપ્યું છે
શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું!- સંતો
નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાગે,
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર બિરાજે!સંતો
વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયું,
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતિડું ધરિયું!
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી!

No comments:

Post a Comment

Your Comments Here...