ભજન - જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચુકે નહિ - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચુકે નહિ


જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચુકે નહિ...ટેક

વિધ વિધ વહેવારો મર કરતા સઘળું કરતા છતા અકર્તા
દોર ઉપરથી સુરતા નટ ચુકે નહિ રે...જ્ઞાની

આવતી જાતી વિધ વિધના કરતી આડા અવળી દ્રષ્ટિ કરતી
હેલ ઉપરથી યુવતી નજર ચુકે નહિ રે...જ્ઞાની

જળમા કમળો નીશદિન નહાતા જળ સંગાથે જળ મય થાતા
અસંગતા સંગ સતા મુકે નહિ રે...જ્ઞાની

રસના રસમા રસમય બનતી સ્વાદે તનમય થાતી
અલેપતા લેપ સતા મુકે નહિ રે...જ્ઞાની

રંગીન ગુરૂ ભગવાન મહાત્મા પ્રપંચ રૂપ છતા પરમાત્મા
નીજ મહીમા મા રમતા હદ ચુકે નહિ રે...જ્ઞાની

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...