ભજન - દેખો ભરથરી ભયા ફકીરા - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - દેખો ભરથરી ભયા ફકીરા


દેખો ભરથરી ભયા ફકીરા, છોડ્યા શહેર ગઢ ઉજેણી
બાણુ લાખ માળવાનો રાજા, માયા સર્વે ત્યાગ કીની...ટેક

મટ્યા માન મન ભયા નીરમળા, ગોરખકી ગુરૂ દિક્ષા લીની
આશા તૃષ્ણા એકે નહિ ઉરમાં, સદગુરૂ ચરણે વર્તી દીની...દેખો

નાથ નીવાજ્યા દિયા નીજ ભેદા, લાગ્યા ધ્યાન ધુન ત્રીવેણી
બાજ્યા નાદ ગગનમાં ઘુર્યા, શ્રવણે સુણી મોરલી જીણી...દેખો

છુટ્યા આપા જપ્યા અજંપા, વરણા વરણી નહિ ભીના ભીની
અમર અજીતા સબ જુગ જીત્યા, સચરાસર વસ્તુ છીની...દેખો

રામહી રામ રંગ રામ રંગ અસંગા, મતા અગાધ અનંત રેણી
કહે રવિરામ સોઇ અકળ પુરૂષ હે, સમજ્યા સાન મીટ ગઇ રેણી...દેખો

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...