મન શાન ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય તે કરે...ટેક
સારૂ નરસું શું તુ દેખે, ભ્રમણા તું ભમે,
તારું ધાર્યુ થાતું હોય તો, નરસું કાંઈ ન ગમે...મન
તારું ધાર્યુ થાતું હોય તો, નરસું કાંઈ ન ગમે...મન
સૌ સૌથી અધિક થઈ તે, સૌ સૌની રમતું રમે,
નાનું મોટું કોઈ ન રહે તે, કોઈ કોઈ ને નો નમે...મન
નાનું મોટું કોઈ ન રહે તે, કોઈ કોઈ ને નો નમે...મન
સર્વ અધિપત્તિ પોતે બનીને, પ્રભુ રૂપ થઈ ફરે,
પ્રભુ ભજવાનું કામ નહિ પછી, આપ કર્તા આપ કરે ...મન
પ્રભુ ભજવાનું કામ નહિ પછી, આપ કર્તા આપ કરે ...મન
પળનું ધાર્યુ પોતાનું કાંઈ, નથી થવાનું અરે,
ધાર્યુ લાભુના નાથનું થાશે, શીંદ મમતામાં મરે...મન
ધાર્યુ લાભુના નાથનું થાશે, શીંદ મમતામાં મરે...મન
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...